દક્ષેશ ચૌહાણ ઝાલોદ
આ રીતે ચાલશે તો કોરોના ક્યાં જઈને અટકશે? ઝાલોદ મામલતદાર કચેરીમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા, લોકો માસ્ક પહેરવાનું ભુલ્યા
ઝાલોદ તા.25
ઝાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો જુદાં જુદાં પ્રકારનાં દાખલાઓ કઢાવવા માટે મામલતદાર કચેરીમાં આવતા હોય છે.ત્યારે ઝાલોદની મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ સેન્ટર એક હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.ત્યારે રેશનકાર્ડ તેમજ
જુદા જુદા પ્રકારના દાખલાઓ કઢાવવા માટે ગ્રામ્ય વિસ્તારના લોકોની લાંબી કતારો લાગતી હતો છે.ત્યારે સરકાર દ્વારા ત્રીજી લહેર ના આવે તે માટે અગમચેતીના પગલા લઇ રહી છે.ત્યારે ઝાલોદ મામલતદાર કચેરીમાં લાંબી કતારો નાં કારણે સોશ્યલ ડિસ્ટન્સીન્ગના પણ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.આમ કોરોના વિસ્ફોટ પણ થઈ શકે તેવી શક્યતાઓ પણ રહેલી છે ત્યારે ઝાલોદ માં ત્રીજી લહેર ને આવકારો અપાય રહ્યો છે તેવું જોવાઈ રહ્યું છે આમ સરકારી અધિકારીઓ દ્વારા વધારાના સેન્ટર ઉભા કરવામાં આવે તેવી ગ્રામ્ય વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે ત્યારે સરકારી અધિકારીઓ દ્વારા આ બાબતે ક્યારેય ધ્યાન દોરવામાં આવશે એ તો આવનારો સમય જ બતાવશે આમ આખા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.