જીગ્નેશ બારીયા :- દાહોદ
ઝાલોદ તાલુકાના ગામડી ગામની પ્રાથમિક શાળામાં નિશાન બનાવતા તસ્કરો,17, હજાર ઉપરાંતના અનાજ ની ચોરી કરી તસ્કરો થયા ફરાર
દાહોદ તા.20
ઝાલોદ તાલુકાના ગામડી ગામે આવેલ એક પ્રાથમિક શાળામાં કોઇ ચોર ઈસમોએ પ્રાથમિક શાળાના ઓરડાનું નકુચો તોડી અંદરથી ઘઉં, ચોખાના અનાજની બોરીઓ કિંમત રૂપિયા ૧૭,૫૦૦ અનાજ ચોરી કરી લઇ જતાં આ સંબંધે પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.
ગત તારીખ ૨૫મી મે થી તારીખ ૮મી જૂનના સમયગાળા દરમિયાન ઝાલોદ તાલુકાના ગામડી ગામે માળી ફળિયામાં આવેલ માળી વર્ગ ગામડી પ્રાથમિક શાળા ધોરણ 1ના ઓરડાનું કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ઓરડાનું નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઓરડામાં મૂકી રાખેલ ઘઉંની 14 બોરી તથા ચોખાની 14 બોરી મળી 28 અનાજની બોરીઓ 1400 કિલો ગ્રામ અનાજ કિંમત રૂ ૧૭,૫૦૦નું અનાજ ચોર ચોરી કરી લઇ નાસી જતા આ સંબંધે મૂળ મહેસાણા અને હાલ ઝાલોદના મુવાડા ગામે રહેતા ભરતકુમાર વાલચંદભાઈ પટેલે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.