દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદમાં ખાનગી હોસ્પિટલ નજીક નિષ્ઠુર માતા પોતાનું પાપ છુપાવવા પાંચ માસનું બાળક ત્યજી ફરાર
દાહોદ તા.૧૫
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એક હોસ્પિટલની નજીકમાં કોઈ અજાણી સ્ત્રી દ્વારા પોતાનું પાપ છુપાવવા માટે તાજુ જન્મેલું પાંચ માસના બાળકને ત્યજી દઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ગત તા. ૧૪મી જુલાઈના રોજ કોઈ અજાણી સ્ત્રી દ્વારા ઝાલોદ નગરમાં આવેલ એક ખાનગી હોસ્પિટલની નજીકમાં ખુલ્લી અવાવરૂ જગ્યાએ પોતાના નવજાત બાળકનો જન્મ છુપાવવા માટે પાંચ માસ જેટલા બાળકને જન્મ આપી સ્થળ પર મુકી, ત્યજી દઈ નાસી જતાં તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ આસપાસના લોકોએ આ બાળકને જાેતા તાત્કાલિક સ્થાનીક પોલીસને આ મામલે જાણ કરવામાં આવી હતી અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈ નવજાત બાળકનો કબજાે લઈ અજાણી સ્ત્રી વિરૂધ્ધ ઝાલોદ પોલીસ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————
