ઝાલોદ તાલુકાના વાંકોલ ગામેથી પોલીસે નાકાબંધી દરમિયાન 7,08,512 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો સહિતનો મુદ્દામાલ ઝડપ્યો :ચાલક ફરાર

Editor Dahod Live
1 Min Read

ઝાલોદ તાલુકાના વાંકોલ ગામેથી પોલીસે નાકાબંધી દરમિયાન 7,08,512 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો સહિતનો મુદ્દામાલ ઝડપ્યો:ચાલક ફરાર

દાહોદ તા.૧૭

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વાંકોલ ગામેથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા. ૨,૦૮,૫૧૨ના વિદેશી દારૂના જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા. ૭,૦૮,૫૧૨નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો તેમજ પોલીસને ચકમો આપી ગાડીનો ચાલક નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.

ગત તા.૧૬મી મેના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ઝાલોદ તાલુકાના વાંકોલ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી ત્યારે પોલીસને દુરથી જાેઈ ગાડીનો ચાલક પોલીસને ચકમો આપી સ્થળ પર ગાડી મુકી નાસી ગયો હતો. પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૧૬૮૦ કિંમત રૂા. ૨,૦૮,૫૧૨ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૭,૦૮,૫૧૨ના જથ્થા સાથે ફરાર ગાડીના ચાલક વિરૂધ્ધ પોલીસે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————–

Share This Article