Thursday, 31/10/2024
Dark Mode

ઝાલોદ: કોરોના સંક્રમણની ચેઇનને તોડવા માટે પંથકમાં 5 દિવસના લોકડાઉનનો સર્વાનુમતે નિર્ણય લેવાયો..

ઝાલોદ: કોરોના સંક્રમણની ચેઇનને તોડવા માટે પંથકમાં 5 દિવસના લોકડાઉનનો સર્વાનુમતે નિર્ણય લેવાયો..

 દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો થતો હોવાથી ઝાલોદ તાલુકામાં બુધવારથી રવિવાર સુધી સંપૂર્ણ લોગડાઉન જાહેર કરવામાં આવ્યું

ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે આજે તારીખ 27/04/ 2021 ને મંગળવારના રોજ પ્રાંત કચેરીના સભાખંડમાં કોરોના મહામારીના સંક્રમણની ચેન તોડવાના અનુસંધાને ઝાલોદ તાલુકાના ઝાલોદ લીમડી અને આજુબાજુના વિસ્તારના અગ્રણીઓવચ્ચે મિટિંગ યોજવામાં કરવામાં આવી.આ મિટિંગમાં ઝાલોદ તાલુકાના પ્રાંત અધિકારીશ્રી એચડી ચૌધરીની અધ્યક્ષતામાં મળી હતી

આ મિટિંગમાં કોરોના મહામારીના સંક્રમણની ચેન તોડવા સર્વાનુમતે એવું કરવામાં આવ્યું કે તારીખ 28/ 04 /2021 ના રોજ બુધવારથી તારીખ 02/05/2020 ના રવિવાર સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું

ઝાલોદ પ્રાંત અધિકારીની કચેરી ખાતે મળેલા મિટિંગમાં પ્રાંત અધિકારી એચડી ચૌધરી ઉપરાંત ઝાલોદ તાલુકાના મામલતદાર શ્રી તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડીકે પાંડે ઝાલોદ પી.એસ.આઇ સુરેશ એન બારીયા લીમડી પીએસઆઈ એમ એલ ડામોર અને ઝાલોદ તથા લીમડી ના અગ્રણીઓ તથા પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા અને સમગ્ર ઝાલોદ તાલુકામાં સંપૂર્ણ લોકડાઉનને આ તમામ લોકોનું સમર્થન મળ્યું હતું

error: Content is protected !!