રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકા સ્વાગત નો કાર્યક્રમ જિલ્લા સમાહર્તાની હાજરીમાં યોજાયો.

ગરબાડા

ગરબાડા મામલતદાર કચેરી ખાતે દર મહિનામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાય છે.જેમાં આ માસમાં ૨૩ જેટલા પ્રશ્નો આવ્યા હતા આ વખતન તાલુકા સ્વાગત ના કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા હર્ષિદ ગોસાવી ની હાજરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો અને તમામ 23 પ્રશ્નોનો હકારાત્મક અભિગમ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કલેક્ટર દ્વારા ગરબાડા સામુહિક આરોગ્ય કેન્દ્રને પણ સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી અને આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તાલુકા મથક ખાતે ચાલતા (CMTC) બાળ સેવા કેન્દ્રની પણ મુલાકાત લીધી જેમાં કુપોષિત બાળકો ની મુલાકાત લઇ બાળકોને કયા પ્રકારની સુવિધાઓ અને ભોજન આપવામાં આવે છે તેની માહિતી લીધી હતી. ગરબાડા મામલતદાર ડોક્ટર એ.બી જાદવ પણ તેમની સાથે હાજરી રહી ગરબાડા તાલુકા આરોગ્ય વિભાગની કામગીરી વિશે માહિતી મેળવી હતી.

