માતવા,પટેલ ફળિયા પ્રા.શાળા ના આચાર્ય અભેસિંગ બામણીયાનો વિદાય સમારંભ યોજાયો.   

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

 

માતવા,પટેલ ફળિયા પ્રા.શાળા ના આચાર્ય અભેસિંગ બામણીયાનો વિદાય સમારંભ યોજાયો.   

ગરબાડા તાલુકાના માતવા ખાતે પટેલ ફળિયા પ્રાથમિક શાળા માં સતત 31 વર્ષ થી ફરજ બજાવતા અભેસિંગ નાનજીભાઈ બામણીયા વય નિવૃત્તિ ને કારણે નિવૃત્ત થતાં ગ્રામ-જનો,સ્ટાફ મિત્રો ,સંગા – સબંધીઓ અને સ્કુલ નાં બાળકો દ્વારા વિદાય સમારંભ ગામ ના સરપંચ બાદર પલાસ નાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

પ્રાસંગિક પ્રવચનો પ્રાથમિક શિક્ષક સંઘ નાં ગરબાડા ઘટક નાં પ્રમુખ દલસિંગ ભાઈ રાઠોડ, ગામ ના સામાજિક આગેવાન હીરાલાલ સોલંકી, સાથી શિક્ષક શવસિંગ ભાઈ કટારા દ્વારા કરાયા હતા. આદર્શ શિક્ષક ની વ્યાખ્યામાં ગણાતા અભેસિંગ ભાઈ એ સમયબદ્ધ નોકરી કરી ગ્રામજનોનો પ્રેમ સંપાદન કર્યો હતો.ઉપસ્થિત સૌ સ્નેહીજનો એ શાલ,પાઘડી , પુષ્પમાળા અને પુષ્પ ગુચ્છ અર્પણ કરી નવી શરૂઆત ની શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમ માં ઉપ સરપંચ સવિતાબેન ડામોર, વજેલાવ તાલુકા પંચાયત સભ્ય નરેશ બામણીયા,મુકેશભાઈ ભુરીયા, વરસિંગ ભાઈ ડામોર ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમ નું સફળ સંચાલન સિનિયર શિક્ષક કિરણ ભાઈ ચાવડા દ્વારા કરાયું હતુ.

 

Share This Article