ગરબાડા તાલુકામાં 747 દિવસ બાદ મધ્યાન   ભોજન કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા. 132 સ્કૂલો ના 32283 બાળકો ને મધ્યાન ભોજન મળશે.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા

ગરબાડા તાલુકામાં 747 દિવસ બાદ મધ્યાન   ભોજન કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા.

132 સ્કૂલો ના 32283 બાળકો ને મધ્યાન ભોજન મળશે.

કોરોના કાળના કારણે પ્રાથમિક શાળાઓમાં શિક્ષણકાર્ય  બંધ કરી દેવામાં આવ્યું હતું અને ઓનલાઇન શિક્ષણ ચાલતું હતું ત્યારે પ્રાથમિક શાળાઓમાં પ્રધાનમંત્રી પોષણ યોજના હેઠળ મધ્યાન ભોજન બાળકોને મળતું હતું.પરંતુ કોરોના કાળ ના લીધે સરકારે મધ્યાન ભોજન બંધ કરી દીધું હતુ. જે  747 દિવસ બાદ ફરીથી મધ્યાહન ભોજન પુનઃ ચાલુ થતાં ગરબાડા તાલુકાની 132 પ્રાથમિક શાળાના 131 કેન્દ્રો ઉપરથી 32,283 બાળકોને ભોજન ચાલુ કરવામાં આવ્યું. આજે ગરબાડા તાલુકાના બધા જ કેન્દ્રો પરથી મધ્યાન ભોજન નો પ્રારંભ કરવામાં આવ્યો. તાલુકાના તમામ કેન્દ્રો ઉપર થી આજે અધિકારીઓ દ્વારા મધ્યાન ભોજન ચાલુ કરાવવામાંઆવ્યું હતું.ગરબાડામામલતદાર એ.બી.જાદવે તાલુકા કન્યા શાળા ખાતેથી મધ્યાન ભોજન નો પ્રારંભ કરાવવામાં આવ્યો અને ભોજન ની ગુણવત્તા ની ચકાસણી માટે પોતે પણ મધ્યાન ભોજન લીધુ હતુ.

Share This Article