
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા નગરમાં જાહેર રોડ ઉપર હાથલારી સહિતનાં દબાણકર્તાઓને ગ્રામ પંચાયતે નોટીસ ફટકારી…
નગરના જુદાં-જુદાં વિસ્તારોમાં ૩૨ જેટલાં દબાણકર્તાને નોટીસ પાઠવી…
દબાણકર્તા દુકાનદારોને બે દિવસમાં દબાણ હટાવવાની નોટિસ અપાઈ
ગરબાડા તા.૧૫
ગરબાડા નગરના કુંભારવાડ સહિત જુદા-જુદા વિસ્તારોમાં લારી ગલ્લા દ્વારા રોડ પર દબાણ કરતા ૩૨ જેટલા દુકાનદારોને ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી હતી.જે નોટિસમાં પંચાયત દ્વારા જણાવ્યું હતું કે જાહેર રોડ ઉપર દબાણ કરી દુકાનો લગાવી છે.જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. અને રસ્તે થી પસાર થતા વાહન ચાલકોને તેમજ મુસાફરોને સમસ્યાઓ ઉભી થાય છે તેમજ નોટિસ મળ્યાના બે દિવસમાં દબાણ હટાવવા માટે કહેવામાં આવ્યું છે. અને બે દિવસમાં દબાણ નહીં હટાવવામાં આવે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું ગ્રામ પંચાયતો દ્વારા નોટિસ અપાતા નગરમાં તરે તરહની ચર્ચા એ જોર પકડ્યું હતું જે બાબતે ગરબાડા ગ્રામ પંચાયતના તલાટી સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ ગરબાડા બસ સ્ટેન્ડ તેમજ કુંભારવાડા વિસ્તારના દબાણ કરતા હોને નોટિસો આપવામાં આવી છે જ્યારે અન્ય વિસ્તારોમાં દબાણ કરતા લોકોનેબીજા રાઉન્ડમાં નોટિસ આપવામાં આવશે..