ગરબાડા તાલુકાના ટૂંકી વજુમાં વરસાદી માહોલમાં કાચું મકાન ધરાશાયી થતા પરિવારના ચાર લોકો મકાનના કાટમાળમાં દબાયા..

Editor Dahod Live
1 Min Read

 રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકાના ટૂંકી વજુમાં વરસાદી માહોલમાં કાચું મકાન ધરાશાયી થતા પરિવારના ચાર લોકો મકાનના કાટમાળમાં દબાયા: તમામનો આબાદ બચાવ

કાચુ મકાન ધરાશાયી થતા પરિવારના ચાર લોકો કાટમાળમાં દબાયા :સ્થાનિક લોકોની મદદથી તેઓને બહાર કાઢતા સદનસીબે જાનહાની ટળી

ગરબાડા તા.24

 ગરબાડા પંથકમાં ગતરોજ મધરાતથી શરૂ થયેલા વરસાદે ચોમાસાની જમાવટ કરતા પંથકમાં ઠેર-ઠેર વરસાદી માહોલ જામ્યો છે.જેના પગલે પંથકમાં જુદી જુદી જગ્યાએ વરસાદી પાણીના કારણે નુકસાન પણ પહોંચવા પામ્યું છે. ગઈકાલ રાતથી પડી રહેલા વરસાદથી ગરબાડા તાલુકાના ટૂંકીવજો ગામના રોજી ફળિયામાં રહેતા ગોહિલ વીરસીંગભાઇનું સવારના સમયે કાચું મકાન ધરાશાયી થયું હતું જે કાચું મકાન ઓચિંતું ધરાશાયી છતાં તેમના પરિવારના ચાર લોકો કાચા મકાનમાં દટાયા હતા. જોકે ઘટના સમયે આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.અને મકાનમાં દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.સદનસીબે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી ઘટનાની જાણ સરપંચ તેમજ તલાટીને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘરના કાટમાળ દટાયેલા વ્યક્તિઓની મુલાકાત કરીને તેઓને વૈકલ્પિક રીતે રહેવા જમવાની વ્યવસ્થા તાલુકા સભ્યોને ત્યાં કરી આપવામાં આવી હતી અને પંચકેસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Share This Article