
રાહુલ ગારી :- ગરબાડા
વન્ય પ્રાણી દીપડાના હુમલામાં મરણ પામેલી વૃદ્ધાના પરિવારજનોને આર્થિક સહાય પહોંચાડવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ…
ગરબાડા તાલુકાનાં છરછોડા ગામે માનવભક્ષી દીપડાને પકડવા માટે વન વિભાગ હરકતમાં:દીપડાને ઝબ્બે કરવા બે જગ્યાઓ ઉપર પાંજરા મુકાયા…
તારીખ : ૧ જૂન
માનવ ભક્ષી દીપડો બીજા કોઈને નુકસાન ન પહોંચાડે તે માટે વન વિભાગ એક્શનમાં બે જુદી જુદી જગ્યા ઉપર પાંજરા મુકવામાં આવ્યા…
ગરબાડા તાલુકાના છરછોડા ગામે માનવ ભક્ષી દીપડાએ 70 વર્ષીય વૃદ્ધ મહિલા ઉપર હુમલો કર્યો હતો જેમાં 70 વર્ષીય વૃદ્ધ મહિલા નું મોત નીપજ્યું હતું જેને લઇને વન વિભાગ હરકતમાં આવ્યુ હતું અને છરસોડા ગામ ખાતે બે જુદાજુદા વિસ્તારોમાં વન વિભાગની ટીમે આ માનવભક્ષી દીપડાને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા હતા અને ગામ લોકોને રાત્રિ દરમિયાન ઘરની બહાર ન નીકળવા તેમજ રાત્રે જંગલ વિસ્તારમાં ફરવું નહીં અને રાત્રે દરમિયાન ઘરની બહાર લાઈટ ચાલુ રાખવું અને દીપડો જોવા મળે તો વન વિભાગ નો સંપર્ક કરવા માટે ગામ લોકોને માહિતી આપવામાં આવી હતી