ગરબાડા તાલુકાના ટુંકીવજુ ગામે અગમ્ય કારણોસર આગ લાગતાં મકાન સહિત ઘર વખરીનો સમાન બળીને રાખ.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના ટુંકીવજુ ગામે અગમ્ય કારણોસર આગ લાગતાં મકાન સહિત ઘર વખરીનો સમાન બળીને રાખ.

ગરબાડા પંથકમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટનામાં નોંધપાત્ર વધારો:એક અઠવાડિયા ત્રીજી ઘટના

ગરબાડા તા.03

 

ગરબાડા તાલુકાના ટુંકીવજુ ગામના કામાવીરા ફળિયા ના રહેવાસી ગોહિલ સામાભાઇ રૂપસિંહ ભાઈના મકાનમાં તારીખ ૦૩/૦૪/૨૦૨૩ ના સોમવાર ના રોજ સવારના ૪ વાગ્યાના સમયે અચાનક અગમ્ય કારણોસર આગ લાગતાં ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થયો હતો આ અંગેની જાણ ગામના તલાટી કમ મંત્રી ને કરાતાં પંચક્યાસ કરી સહાય ચૂકવવાના કાગળો કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય ને છે કે ગરબાડા પંથકમાં ટૂંકાગાળામાં આગ લાગવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.

Share This Article