Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા પોલીસે છેલ્લા એક વર્ષથી વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી જેલ ભેગો કર્યો

March 20, 2023
        503
ગરબાડા પોલીસે છેલ્લા એક વર્ષથી વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી જેલ ભેગો કર્યો

રાહુલ ગારી, ગરબાડા 

 

ગરબાડા પોલીસે છેલ્લા એક વર્ષથી વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી જેલ ભેગો કર્યો

 

આરોપી દાહોદ એ.ડિ.વિઝનના વાહન ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર હતો 

 

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો ચંદ્રકાંત લક્ષ્મણભાઈ ,અનિલભાઈ કાશુંભાઇ નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા માટે ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગરબાડા પોલીસને મળેલી બાંધણીના આધારે દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના વાહન ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી શંકરભાઈ કેહજીભાઈ મંડોડ ગામ ગુલબાર થાણા ફળિયા જે હોળીના તહેવાર તેમજ લગ્ન સિઝન માં પોતાના ઘરે ગુલબાર હોવાની બાતમી આધારે પોલીસે રેડ પડી આરોપીને પકડી પાડી ગરબાડા પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી આમ ગરબાડા પોલીસને છેલ્લા એક વર્ષથી વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!