બોર્ડની પરીક્ષા ને અનુલક્ષી ગરબાડા પોલીસે ડી.જે સંચાલકો સાથે બેઠક યોજી

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

બોર્ડની પરીક્ષા ને અનુલક્ષી ગરબાડા પોલીસે ડી.જે સંચાલકો સાથે બેઠક યોજી

જાહેરનામાનો ભંગ ના થાય તે માટે પોલીસે સૂચનો કર્યા

ગરબાડા તા.12

  ધોરણ 10 અને 12 ની મંગળવારના રોજ શરૂ થતી પરીક્ષાને અનુલક્ષી વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તે માટે જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ ન થાય તે અનુલક્ષીને ગરબાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જે એલ પટેલ દ્વારા ગરબાડા તાલુકાના ડીજેના સંચાલકોની આજે બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં પરીક્ષા કેન્દ્રના 500 મીટર ની અંદર ડીજે નહીં વગાડવા અને 12:00 વાગ્યા પછી ડીજે વાગતું પકડાશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે માટે સંચાલકોને સૂચનો કર્યા હતા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે અને પરીક્ષામાં નડતરરૂપ ન બને તે માટે ડીજે સંચાલકોએ પણ પોલીસને ખાતરી આપી હતી જેમાં ગરબાડા તાલુકાના મોટી સંખ્યામાં ડીજે સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા

Share This Article