Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા ગ્રામ પંચાયત નો તંત્ર ખાડે ગયું:વીજ બિલના નાણાની ભરપાઇ ન થતા MGVCl એ ગરબાડા તેમજ ગાંગરડીની સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપ્યા:અંધારપટ છવાયું 

March 11, 2023
        3948
ગરબાડા ગ્રામ પંચાયત નો તંત્ર ખાડે ગયું:વીજ બિલના નાણાની ભરપાઇ ન થતા MGVCl એ ગરબાડા તેમજ ગાંગરડીની સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપ્યા:અંધારપટ છવાયું 

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા ગ્રામ પંચાયત નો તંત્ર ખાડે ગયું:વીજ બિલના નાણાની ભરપાઇ ન થતા MGVCl એ ગરબાડા તેમજ ગાંગરડીની સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપ્યા:અંધારપટ છવાયું 

નગરજનો દ્વારા નિયમિતપણે વેરો ન ભરતા તેમજ જે વેરો ભરાયો છે તેમાંથી ૭૫ હજાર રૂપિયા MGVCL ને ચૂકવવામાં આવ્યા છે. :- સરપંચ ગ્રામ પંચાયત ગરબાડા  

ગરબાડા તા.11

ગરબાડા ગ્રામ પંચાયત નો તંત્ર ખાડે ગયું:વીજ બિલના નાણાની ભરપાઇ ન થતા MGVCl એ ગરબાડા તેમજ ગાંગરડીની સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપ્યા:અંધારપટ છવાયું 

 ગરબાડા ગ્રામ પંચાયત તેમજ ગાંગડી ગ્રામ પંચાયતનો તંત્ર  ખાડે ગયું હોય તેમ બંને પંચાયત દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપનીના સ્ટ્રીટ લાઈટના બાકી નીકળતા નાણાંની વીજ કંપની દ્વારા સૂચના અને નોટિસ આપ્યા બાદ પણ ભરપાઈ ન કરતા આખરે મુદ્દે ગુજરાત વીજ કંપનીએ આજરોજ ગરબાડા તેમજ ગાંગરડી ગ્રામ પંચાયતના સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપી નાખતા બંને પંથકમાં અંધારપટ છવાઈ જવા પામ્યો છે.જેના પગલે સ્થાનિકોને હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર નાણાકીય વર્ષ 2022/ 23 નું છેલ્લો માસ હોવાથી મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા લાઈટ બિલ ના બાકી નીકળતા નાણાં અંગે કડક વલણ અપનાવી એક્શનમાં આવી છે. જેમા ગરબાડા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં ગ્રામપંચાયત દ્વારા લાઈટ બિલના નાણાં ભરવા અંગે અગાઉ સુચનાઓ અને તાકીદ આપવી આ બાદ પણ સમયસર વીજબિલના નાણાંની ભરપાઈ કરવામાં ન આવી હતી. જે બાદ બધી ગુજરાત વીજ કંપની દ્વારા વીજબિલના બાકી નીકળતા નાણાની ભરપાઈ કરવા માટે છેલ્લી નોટિસ કાઢી ગ્રામ પંચાયતની તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં ગરબાડા તેમજ ગાંગરડી ગ્રામ પંચાયત દ્વારા વીજ બિલની સમયસર ભરપાઈ ન કરવામાં આવતા આખરે આજરોજ MGVCL દ્વારા ગરબાડા તેમજ ગાંગરડીની સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપી નાખવામાં આવતા બંને પંચાયતોમાં અંધાર પટની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.MGVCL ના ૧.૯૬૦૦૦ વીજ બિલ પેટે નાણાં બાકી હોવાના કારણે ગરબાડા ગ્રામ પંચાયતના ત્રણ સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા.ત્રણ સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપી નાખતા ગરબાડા તેમજ ગાંગરડીમાં ગામમાં અંધકાર છવાઈ જવા પામ્યો હતો. આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ સાથે ટેલીફોનીક વાત કરતા ને જણાવ્યું હતું કે નગરજનો દ્વારા નિયમિતપણે વેરો ન ભરતા તેમજ જે વેરો ભરાયો છે તેમાંથી ૭૫ હજાર રૂપિયા MGVCL ને ચૂકવવામાં આવ્યા છે બાકી નાણાં હોવાના કારણે MGVCL દ્વારા ગરબાડા નગરના ત્રણ સ્ટ્રીટ લાઈટ કનેક્શન આપવામાં આવ્યા છે. હાલ કારણ જે પણ હોય પરંતુ બંને ગ્રામ પંચાયતોમાં સ્ટ્રીટ લાઈટ ના કનેક્શનનો કપાઈ જતા આધાર પર છવાઈ જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!