ગરબાડા પોલીસે હોળી ધુળેટીના તહેવારને અનુલક્ષીને ગરબાડા તેમજ આજુબાજુ ગામના આગેવાનો સાથે મીટીંગ યોજી

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા 

 

ગરબાડા પોલીસે હોળી ધુળેટીના તહેવારને અનુલક્ષીને ગરબાડા તેમજ આજુબાજુ ગામના આગેવાનો સાથે મીટીંગ યોજી

 

ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે.એલ પટેલ દ્વારા શાંતિ સમિતિ બેઠક યોજવામાં આવી

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર આજે તારીખ 5 માર્ચના રોજ ગરબાડા પોલીસે હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને ગરબાડા પી.એસ.આઇ જેલ પટેલ દ્વારા હોળી અને ધૂળેટીના તહેવાર અનુસંધાને આજુબાજુ ગામના તેમજ ગરબાડા ના સરપંચ તેમજ આગેવાનો સાથે મીટીંગ યોજી હતી અને હોળી તેમજ ધૂળેટીના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમ જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આ હોળી ધુળેટી નો પર્વ શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી થાય તે બાબતે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી આ શાંતિ સમિતિ બેઠકમાં આજુબાજુ ગામના આગેવાનો સરપંચો તેમજ પોલીસ મથકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Share This Article