Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકાની ભીલવા ગામ ખાતે ભીલ સમાજ પંચની બેઠક યોજાઈ

March 5, 2023
        1445
ગરબાડા તાલુકાની ભીલવા ગામ ખાતે ભીલ સમાજ પંચની બેઠક યોજાઈ

રાહુલ ગારી, ગરબાડા

 

 

ગરબાડા તાલુકાની ભીલવા ગામ ખાતે ભીલ સમાજ પંચની બેઠક યોજાઈ

 

ગરબાડા તાલુકાની ભીલવા ગામ ખાતે ભીલ સમાજ પંચની બેઠક યોજાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ભીલવા ખાતે ભીલ સમાજ પંચ ગરબાડાની બેઠક યોજાઇ હતી જેમાં જુદા જુદા ગામના સરપંચ તાલુકા સભ્ય ભીલ સમાજ ના આગેવાનો દ્વારા સમાજને લગતા કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા હતા જેમાં *દહેજ પ્રથા નાબૂદ* કરવી લગ્નમાં બિનજરૂરી ખર્ચો બંધ થાય અને સમાજ મા શિક્ષણ નુ પ્રમાણ વધે તે માટે ઘરેણા માટે 500 ગ્રામ ચાંદી આપવી તેમજ દારૂ બંધ . ડી જે બંધ અને દહેજ નાબૂદ કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા 150 થઈ વધુ આગેવાનો હાજરરહયા હતા . આ મિટિંગમાં આવનાર હોળીના સમય દરમિયાન જે ભીલ સમાજમાં લગ્નની સિઝન ચાલુ થાય છે ત્યારે *સમૂહ લગ્ન નુ આયોજન* કરવા માટે શૈલેષભાઈ મખોડિયા સહિત ભીલ સમાજની સંસ્થાઓ ભીલ સમાજ પંચ ગરબાડા ભીલ સમાજ સુધારણા મંડળ દાહોદ તેમજ જીવન વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ રાજપુર ખરેડી ના સંયુક્ત ઉપક્રમે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે તેવા નિર્ણય સાથે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી આ ભીલ સમાજ પંચ ગરબાડા બેઠકમાં ભીલ સમાજ સુધારણા મંડળના પ્રમુખ નગર સિંહ પલાસ મંત્રી કલસિંગભાઈ મેડા જીતરાભાઈ ડામોર તેમજ જીવન વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધનાભાઈ ડામોર અમર મકવાણા અને ભીલ સમાજ પંચ ગરબાડાના ધનેશભાઈ ગોહિલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!