હવામાન વિભાગની આગાહી સાચી ઠરી:ગરબાડા-સંજેલી તાલુકામાં કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતાતુર..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા /મહેન્દ્ર ચારેલ :- સંજેલી

હવામાન વિભાગની આગાહી સાચી ઠરી : ગરબાડા-સંજેલી તાલુકામાં કમોસમી વરસાદ…

 ધરતી પુત્રો તૈયાર પાક બચવા માટે દોડા દોડી કરતા નજરે પડ્યા

40 કિ.મી પ્રતિ કલાકથી ઓછી ગતિસાથે હળવા વાવાઝોડા 24 કલાક દરમિયાન દાહોદ જૂનાગઢ અને રાજકોટમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી…

ગરબાડા/સંજેલી તા.04

 

ભારત સરકાર પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જામનગર અમરેલી ગીર સોમનાથ નવસારી ડાંગ જિલ્લાઓમાં છુટા છવાયા સ્થળોએ હળવો વરસાદ (<5મીમી/કલાક) અને મહત્તમ સપાટી પરના પવનની ઝડપ 40 કિ.મી પ્રતિ કલાક થી ઓછી (ઝાપટમાં) સાથે હળવા વાવાઝોડા સાથે આગામી 24 કલાક દરમિયાન દાહોદ જૂનાગઢ અને રાજકોટમાં વરસાદની આગાહી કરવામાં આવી

હતી.જેના પગલે આજે ગરબાડા તેમજ સંજેલીતાલુકામાં કમોસમી વરસાદી છાંટા જોવા મળ્યા હતા..કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી હતી એટલે કે હવામાન વિભાગ દ્વારા જે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી તે ક્યાંક ને ક્યાંક સાચી ઠરી હતી.

Share This Article