
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા પોલીસને છેલ્લા દસ મહિનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી
પોલીસે આરોપીને તેના ઘરેથી ઊંઘેલી હાલતમાં ઝાડપી પાડ્યો.
ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ તેમજ ગરબાડા પોલીસ સ્ટાફ ના માણસો સાથે ગરબાડા પોલીસ મથકના ફરાર આરોપીને પકડી પાડવા માટે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરીને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગરબાડા પોલીસને મળેલી બાતમીના આધારે છેલ્લા દસ મહિનાથી નાસતો ફરતો આરોપી અકુભાઇ કલજીભાઈ મેડા ગુલબાર ખાટિયા ફળિયા પોતાના ઘરે ગુલબાર ગામ ખાતે આવેલ છે જે બાતમીના આધારે પોલીસે રેડ પડી તેને ઘરેથી ઊંઘેલી હાલતમાં ઝડપી પાડી ગરબાડા પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ ગરબાડા પોલીસને છેલ્લા દસ મહિનાથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી