ગરબાડા ખાતે આરોગ્ય અધિકારી તેમજ MPHW/FHW દ્વારા ટીબી દર્દી ને દતક લઈ ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા ખાતે આરોગ્ય અધિકારી તેમજ MPHW/FHW દ્વારા ટીબી દર્દી ને દતક લઈ ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ગરબાડા તારીખ : ૧૭ 

પ્રધાનમંત્રી શ્રી ના ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અન્વયે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔધિયોગીક ક્ષેત્ર, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર, કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દતક લઈ શકે છે. જે અન્વયે આજ રોજ તા 17/02/2023ના રોજ ગરબાડા

તાલુકા ના તાલુકા આરોગ્ય અધિકારી ડો. અશોક ડાભી દ્વારા 3 દર્દી ને દત્તક લીધેલ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીનાક્યાર ના સબ સેન્ટર ગરબાડા 6 ખાતે ફરજ બજાવતા MPHW તેજસ ધર્માની દ્વારા 2 ટીબી દર્દી અને FHW સરોજબેન ભગોરા દ્વારા 1 ટીબી દર્દી દત્તક લઇ ને ન્યુટ્રિશન કીટ આપવામાં આવી તથા આરોગ્ય અધિકારી (THO) ડો અશોક ડાભી દવારા કોમ્યુનિટી માથી વધુ લોકો નીક્ષય મિત્ર બની ટીબીના દર્દીઓને અપનાવે એવું આહવાન કરવામાં આવ્યું.

Share This Article