Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડામાં 125મી રંગજયંતિ મહોત્સવની તડામાર તૈયારીઓ પૂરજોશમાં..પૂરજોશમાં:અગામી 16 ફેબ્રુઆરીએ અખંડ વંદનાગાન પાઠનું આયોજન..

February 11, 2023
        755
ગરબાડામાં 125મી રંગજયંતિ મહોત્સવની તડામાર તૈયારીઓ પૂરજોશમાં..પૂરજોશમાં:અગામી 16 ફેબ્રુઆરીએ અખંડ વંદનાગાન પાઠનું આયોજન..

રાહુલ ગારી /વિપુલ જોશી :- ગરબાડા

ગરબાડામાં125 મી રંગજયંતિ મહોત્સવની તડામાર તૈયારીઓ પૂરજોશમાં:તારીખ 16 ફેબ્રુઆરીએ અખંડ વંદના ગાન પાઠનું આયોજન

આજથી 70 વર્ષ પહેલા ગુરુ મહારાજે ગરબાડામાં રંગ જયંતિ ઉજવી હતી અને તેઓ ત્રણ દિવસ ગરબાડામાં રોકાયા હતા

તે સમયે બાપજીએ અનેક ભક્તોને સ્મૃતિ ચિન્હો આપ્યા હતા જે આજે પણ હયાત છે

ગરબાડા તા.10

ગરબાડામાં 125મી રંગજયંતિ મહોત્સવની તડામાર તૈયારીઓ પૂરજોશમાં..પૂરજોશમાં:અગામી 16 ફેબ્રુઆરીએ અખંડ વંદનાગાન પાઠનું આયોજન..

પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજની 125મી રંગ જયંતિ મહોત્સવ કાર્યક્રમની ઉજવણી હાલમાં તારીખ 2 11 2022 થી તારીખ 21 11 2023 સુધી ચાલવાની છે જે ઉજવણીના ભાગરૂપે પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજે  પદારપણ કરેલા પાંચ સિધ્ધ સ્થળો ખાતે અખંડ વંદના ગાન કાર્યક્રમ નું આયોજન પણ કરેલ હોય જેમાં

ગરબાડામાં 125મી રંગજયંતિ મહોત્સવની તડામાર તૈયારીઓ પૂરજોશમાં..પૂરજોશમાં:અગામી 16 ફેબ્રુઆરીએ અખંડ વંદનાગાન પાઠનું આયોજન..

તારીખ 16 2 2023 ના ગરબાડા રંગ ગુટીર ખાતે આ કાર્યક્રમની ઉજવણી થનાર છે જેની હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગુરુ મહારાજ ગરબાડા કઈ રીતે પધાર્યા તેની વાત કરીએ તો પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજની લીલાઓ અને મહિમા ગાન સાંભળીને ગરબાડા અને ગાંગરડી રંગ પરિવારના વડવાઓ દ્વારા પૂજ્યશ્રીને ગરબાડામાં રંગ

ગરબાડામાં 125મી રંગજયંતિ મહોત્સવની તડામાર તૈયારીઓ પૂરજોશમાં..પૂરજોશમાં:અગામી 16 ફેબ્રુઆરીએ અખંડ વંદનાગાન પાઠનું આયોજન..

જયંતિ ની ઉજવણી કરવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું જે આમંત્રણ ને સ્વીકારી ગુરુ મહારાજ સંવત 2009 ઇસવીસન 1953 એટલે કે આજથી 70 વર્ષ પહેલા ગરબાડા પધાર્યા હતા પૂજ્ય શ્રી દાહોદ થી ગરબાડા ઘોડા ગાડીમાં આવ્યા હતા અને તે સમયે તેઓએ કાળા રંગના ચશ્મા પહેર્યા હોવાના કારણે અહીંયા ના ભક્તો અને ભોળી પ્રજાએ તેમને ડાભલા વાળા મહારાજનું બિરુદ્ધ પણ

ગરબાડામાં 125મી રંગજયંતિ મહોત્સવની તડામાર તૈયારીઓ પૂરજોશમાં..પૂરજોશમાં:અગામી 16 ફેબ્રુઆરીએ અખંડ વંદનાગાન પાઠનું આયોજન..

આપ્યું હતુ ગુરુ મહારાજ ગરબાડામાં ત્રણ દિવસ રોકાયા હતા જે દરમિયાન તેઓએ અહીંયા અનેક લીલાઓ કરી હતી જે સ્થાન પર ગુરુ મહારાજ બિરાજ્યા હતા ત્યાં ભક્તો દ્વારા નાની એવી ઝૂંપડી બનાવી અને પૂજ્યશ્રીનો ફોટો મૂકી ત્યાં પૂજા અર્ચના ભજનો જેવા નિત્યક્રમ ચાલુ કરવામાં આવ્યા હતા સમય જતા હાલમાં આ સ્થળ ઉપર ભક્તો દ્વારા સુંદર મજા ની નાની એવી રંગકૂટીર બનાવવામાં આવી છે જેમાં ગુરુ મહારાજની દર્શન મૂર્તિ સ્થાપિત કરવામાંઆવી છે પૂજ્ય શ્રી એ તે સમયે અનેક ભક્તોને સ્મૃતિચિન્હો આપ્યા હતા જેમકે કોઈને નારિયેળ આપ્યું તો કોઈને જર્મન ધાતુનો ગ્લાસ કોઈકને પંચ ધાતુનું કડું જ્યારે અન્ય ભક્તો પાસે જે તે સમયની ઉજવણીના હાથથી પેન્ટ કરેલા બેનરો તથા બાપજી જે બાજોટ ઉપર બિરાજમાન થયા હતા તે બાજટ જેવી વસ્તુઓ આજે પણ ભક્તો દ્વારા ગુરુ મહારાજના આશીર્વાદ અને સ્મૃતિચિન્હ રૂપે સંભાળીને રાખવામાં આવી છે જ્યારે એક ભક્ત પાસે જે તે સમયનો બાપજી અહીંયા પધાર્યા હતા ત્યારનો ફોટો પણ મળી આવ્યો હતો આમ તો બાપજી ની લીલા અને બાપજી વિશે વાત કરવા જઈએ તો તે બહુ લાંબી વાત થાય તેમ છે ખરેખર ગુરુ મહારાજ નો મહિમા અપરંપાર છે ગરબાડામાં પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજે રંગ જયંતિ પર્વની ઉજવણી કરી હતી  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!