ગરબાડાના બોરીયાલામાં બાઈક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી ઝાડ સાથે અથડાતા બાઈક સવારનું મોત

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડાના બોરીયાલામાં બાઈક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી ઝાડ સાથે અથડાતા બાઈક સવારનું મોત

બાઈક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો

અકસ્માત બાઈક ઝાડ સાથે અથડાતા બાઈક સવાર નું ઘટના સ્થળે મોત

ગરબાડા તા.28

ગરબાડા તાલુકાના બોરીયાલા ગામના દિનેશભાઈ ખુશાલભાઈ પરમાર ગરબાડા થી મજૂરી કામ કરીને પોતાના ઘર પરત બોરીયાલા તરફ બાઈક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન બોરીયાલા ગામતળ નજીક દિનેશભાઈ ખુશાલભાઈ પરમાર પોતાની મોટરસાયકલ ના સ્ટેરીંગ પરથી પરથી કાબુ ગુમાવતા બાઈક રોડની સાઈડ પર ઝાડ સાથે અથડાતા દિનેશભાઈ ખુશાલભાઈ પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ પરિવારના લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article