
ગરબાડા ખાતે આયોજિત જિલ્લા કક્ષાના 74 માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે 108 માં શ્રેષ્ઠ કામગીરી ઇએમટી,પાયલોટ સહિત ચાર કર્મીઓને પ્રશસ્તિપત્રથી સન્માનિત કરાયા
દાહોદ તા.૨૭
દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે આયોજીત જિલ્લા કક્ષાના ૭૪માં પ્રજાસત્તાક દિન નિમિત્તે દાહોદના ઈ.એમ.ટી.ના પાયલોટ સહિત ચાર વ્યક્તિઓને શ્રેષ્ઠ કામગીરીને પગલે પ્રસસ્તી પત્ર તેમજ સન્માતિ કરવામાં આવ્યાં હતાં.
દાહોદ જિલ્લાનો ૭૪માં પ્રજાસત્તાક પર્વ દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના કલેક્ટરથી લઈ રાજ્ય કક્ષાના મંત્રી ર્ડા. કુબેરભાઈ ડીંડોર વિગેરે હાજર રહ્યાં હતાં ત્યારે આ કાર્યક્રમમાં ઈ.એમ.ટી.ના પાયલોટ, અર્જુનસિંહ કટારા, નરેશ દેવડા, ર્ડા. જાગૃતિબેન બારીઆ, કેપ્ટન દિલીપ માલીવાડ અને
પાયલોટ મનહરભાઈ ભુરીયાને રાજ્ય કક્ષાના મંત્રી ર્ડા. કુબેરભાઈ ડીંડોર, દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય, કલેક્ટર, ડી.ડી.ઓ. ની વિશેષ હાજરીમાં પ્રસસ્તી પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
——————