
રાહુલ ગારી :- ગરબાડા
જેસાવાડા પોલીસ મથકના કમ્પાઉન્ડમાં ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા લીમડા ઉપર પતંગના દોરા ભીડવાયેલ ઘુવડ નું રેસ્ક્યુ કરાયું.
ગરબાડા તા.16
ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે જેસાવાડા પોલીસ મથકના કમ્પાઉન્ડમાં આવેલ લીમડાના ઝાડ ઉપર પતંગના દોરામાં ઇજાગ્રસ્ત હાલતમાં ફસાયેલ ઘુવડને ઓલ એનિમલ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પોલીસના પટણગઢમાં લીમડા ઉપર એક ઘુવડ દોરામાં ફસાયેલી ઇજાગ્ર હાલતમાં જોવા મળતા સ્થાનિક લોકો દ્વારા ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી ઓલ એનિમલ ટીમના સભ્યો ઘટના સ્થળે ગયા હતા અને લીમડાના ઝાડ ઉપરથી ઇજાગ્રસ્ત હલાતમાં પતંગના દોરામાં ફસાયેલ ઘુવડનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ઇજાગ્રસ્ત ઘુવડને સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું