ગરબાડા તાલુકાનાં માતવા ગામના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી 4.20 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો: બુટલેગર ફરાર.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકાનાં માતવા ગામના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી 4.20 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો: બુટલેગર ફરાર 

દાહોદ તા.13

ગરબાડા તાલુકાના માતવા ગામે પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડતાં દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી 4.20 લાખનો ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયાનું જાણવા મળેલ છે. જોકે દરોડા દરમિયાન બુટલેગર ઘરે હાજર ના હોય પોલીસે બુટલેગર વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે.

 વધુ મળતી માહિતી અનુસાર ગરબાડા તાલુકાના માતવા ગામના સવસીગભાઈ ભારતાભાઈ ભાભોર પોતાના રહેણાંક મકાન માં વિદેશી દારૂ નો વેપલો કરતો હોવાની જાણ પોલીસને થતાં જેસાવાડા પોલીસે બાતમીના આધારે સવસીંગભાઈ ના રહેણાક મકાનમાં દરોડો પાડતા સવસીંગભાઈ હાજર ન મળતા પોલીસે મકાનની તલાશી લેતા તલાશી દરમિયાન મકાનમાં સંતાડેલો 4.20 લાખ કિંમતનો ભારતીય બનાવટની વિદેશી દારૂની 1680 બોલો મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી સવસિંગભાઈ ભારતાભાઈ ભાભોર વિરુદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Share This Article