ગરબાડા પોલીસની વ્યાજખોરો સામે લાલ આંખ:પંથકમાં વ્યાજનું વિષચક્ર તોડવા માટે ગરબાડા પોલીસ મથકે લોક દરબાર ભરાયો…

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા પોલીસની વ્યાજખોરો સામે લાલ આંખ:વ્યાજનું વિષચક્ર તોડવા માટે ગરબાડા પોલીસ મથકે લોક દરબાર ભરાયો…

ગરબાડા તા.06

 

ગુજરાતના રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા વગર લાયસન્સ એ નાણા ધીરનાર અને લિમિટ કરતાં વધુ વ્યાજ લઈ ત્રાસ આપી લોકોના અપમૃત્યુ નું કારણ બનનાર લોકો ઉપર કાર્યવાહી કરવાની સૂચના આપી છે ત્યારે પોલીસ પ્રશાસન હવે લાઇસન્સ વગર વ્યાજ ધંધો કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે જોકે હાલમાં પોલીસ પાસે ગેરકાયદેસર વ્યાજ ખોરો માહિતી નથી આવી પરિસ્થિતિમાં પોલીસ ફરિયાદને આ સમસ્યાનો આધાર બનાવશે તાજેતરમાં દાહોદ એસ.પી બલરામ મીણા એ મીડિયા સમક્ષ જાહેર જનતાને ખાતરી આપી છે કે ગેરકાયદેસર પૈસા ધીરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જેના ભાગરૂપે આજે ગરબાડા પોલીસ મથકે ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબાડા પંથકના તેમજ આજુબાજુ વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ લોક દરબાર માં પી.એસ.આઇ જે.એલ પટેલ દ્વારા ગરબાડા તાલુકાના તેમજ આજુબાજુ વિસ્તારના લોકોને અપીલ કરી હતી કે જો કોઈ તમને આ રીતે ખોટી ધમકી આપે છે કે હેરાન કરે છે અને ખોટા વ્યાજ માટે ઉઘરાણી કરે છે તે માટે ગરબાડા પોલીસને જાણ કરી શકો છો અને તમારી સાચી રજૂઆતને ધ્યાનમાં લઇ પોલીસ દ્વારા વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અને લોકોને અપીલ કરી હતી કે જે કોઈ લોકો આવા લોકોના ભોગ બન્યા છે તે લોકો નીડરતાથી ગરબાડા પોલીસન જાણ કરે વધુમા જે .એલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગરબાડા પંથકમાં ચાઈનીઝ દોરાનો વેચાણ કરે છે અને જે લોકો ચાઈનીઝ દોરો પતંગ ચગાવવા માટે ઉપયોગ કરશે તેને પકડી પાડી ગરબાડા પોલીસ મથકે લાવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

Share This Article