
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના નીમચ ગામના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ.
ગરબાડા તા.03
ગત.તારીખ ૨૯/૧૨/૨૦૨૨ ના રોજ સવારના દસ વાગ્યા ના સમયે દિનેશભાઈ નાનાભાઈ અમલિયાર પોતાની ગરબાડા નવાફળિયા રોડ પર આવેલ તેની પોતાની જીવી ટ્રેડર્સની દુકાન પર તેની દુકાન પર કામ કરનાર બે વ્યક્તિઓ સાથે હાજર હતા તે સમયે ઝરી ખરેલિ ગામના કરણસિંહ નેવજીભાઈ ગણાવા તેની દુકાન પર આવેલ અને દિનેશભાઈ અમલિયારને કહેલ કે મારી છોકરી નીતાબેન તમારા ગામના દીપકભાઈ સવજીભાઈ બારીયા લઈ ગયો છે અને તું તેને પરત અપાવી દે તું ગામનો આગેવાન છે તેમ કહેતા દિનેશભાઈ અમલિયારે હું આગેવાન નથી અને જે અમારા ગામના આગેવાન હોય તેમને કહો તેમ કહેતા કરણસિંહ નેવજીભાઇ ગણાવા એ ઉશ્કેરાઈ જઈ દિનેશભાઈ અમલિયારને માં બેન સમાંણી ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને કહ્યું કે તું મારી છોકરી વનીતાને ગમે ત્યાંથી શોધી લાવ નહિ તો તું ગામે ત્યાં ફરીશ તો જાનથી મારી નાખીશું અને તારા હાથ પગ ભાંગી નાખીશું તેવી ધમકી આપતા દિનેશભાઈ નાનાભાઈ અમલીયાર દ્વારા તારીખ ૩૧/૧૨/૨૦૨૨ ના રોજ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ઝગડાની તમામ ઘટના દુકાનમાં લાગેલ સી સી ટી વી કેમેરામાં કેદ થવા પામી હતી