
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકા ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું
આરોગ્ય અધિકારી એ.આર ડાભી તેમજ ડોક્ટર આર.કે મહેતા ઉપસ્થિત રહ્યા
કોરોના મહામારીની આગામી સંભવિત લહેરને પોહચી વળવા આરોગ્ય વિભાગની તૈયારીઓની ચકાસણી માટે રાજ્યસરકારના આદેશથી મોકડ્રિલ યોજાઈ રહી છે ત્યારે કોરોના મહામારીએ ફરી એકવાર માથું ઊંચકી વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે આવનારી પરિસ્થિતિનો સામનો કરવા કેન્દ્ર અને રાજ્યસરકાર દ્વારા તમામ પગલા લેવાઈ રહ્યાં છે અને તેના ભાગરૂપે ગરબાડા નવાફલીયાખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ અને જિલ્લા સભ્ય તેમજ આરોગ્ય અધિકારી એ.આર.ડાભી ડોક્ટર આર.કે મહેતા અને આરોગ્ય વિભાગ દ્વારા મોકડ્રિલનું આયોજન કરી ઓક્સિજન કોન્સ્ટ્રેટર , કોવિડ વિભાગ , બેડ , અને જરૂરી મેડિસિનની સમીક્ષા કરી હતી અને ગરબાડા તાલુકા આરોગ્ય વિભાગ સંભવિત આવનારી પરિસ્થિતિનો સામનો કરી દર્દીઓની સારવાર કરવા સક્ષમ છે નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો .