
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાની કુમાર શાળા ખાતે બોરિંગની મોટરની ચોરાઈ.
શાળાના આચાર્ય દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ
ગરબાડા પોલીસ મથકની સામે આવેલ કુમાર શાળામાં અજાણ્યા ઈસમો પાણીના બોરમાં લગાવેલ મોટર ચોરી ગયા હતા.
ગરબાડા તાલુકાની કુમાર શાળા ખાતે બોરિંગમાં નાખેલ પાણીની મોટરની ચોરી થતા શાળાના આચાર્ય નરવતભાઇ દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અરજીમાં જણાવ્યા અનુસાર તારીખ 21 ના શાળાના આચાર્ય દ્વારા શાળા ખાતે સવારના 10 વાગ્યે મેન ગેટ ખોલી અને અંદર જતા શાળાના મેદાનમાં મોટરની પાઇપો જોવા મળતા તેઓએ બોરમાં તપાસ કરતા પાણીના બોરની ઉપર લગાવેલ લોખંડ નો ઢાંકણ તોડી અજાણ્યા ચોર દ્વારા પાણીના અંદરની બોર ને મોટરની ચોરી કરવામાં આવી હતી ચોરી થયાની જાણ શાળાના આચાર્ય દ્વારા ગરબાડા સરપંચ ડેપ્યુટી સરપંચ અને એસએમસીના સભ્યોને કરી હતી અને શાળાના આચાર્ય નરવતભાઈ દ્વારા ગરબાડા પોલીસ મથકે લેખિતમાં અરજી પણ આપી હતી.