Monday, 14/07/2025
Dark Mode

ગરબાડા તાલુકાની કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો

December 16, 2022
        1561
ગરબાડા તાલુકાની કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો

રાહુલ ગારી, ગરબાડા 

ગરબાડા તાલુકાની કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો

ગરબાડા તાલુકાની કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાય

ગરબાડા તાલુકાની કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો

ગરબાડા તાલુકાનું તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2022-23 નો વિજ્ઞાન મેળો આજે ગરબાડા તાલુકા શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. ૧૨ ક્લસ્ટર અને પાંચ વિભાગ માંથી તાલુકાની વિવિધ શાળાઓની 60 કૃતિઓએ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો વિજ્ઞાન મેળા ને ગરબાડા ના નવનિયુક્ત ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર અને પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ની હાજરીમાં શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે તાલુકાના જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકાના સદસ્યો શિક્ષણ વિભાગના તજજ્ઞો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ વિજ્ઞાન મેળામાં નાના બાળજ્ઞાનીઓ દ્વારા અલગ-અલગ પ્રકારની 60 કૃતિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. જેમાં અમુક કૃતિઓ તો રાજ્ય કક્ષાએ પણ પસંદગી પામે તે રીતની હતી.જેસાવાડા પ્રાથમિક શાળા ના બાળકો દ્વારા મહિલાઓની સુરક્ષામાં મદદરૂપ થાય તે હેતુસર એક એન્ડ્રોઇડ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.જેમાં મહિલાઓએ પરિવાર કે પોલીસનો નંબર. સેવ કરવો પડશે, જ્યારે મહિલાને ભય કે અસલામતી અનુભવે ત્યારે panic button અથવા મોબાઈલ ત્રણવાર shake કરશે ત્યારે સેવ કરેલા નંબર પર લોકેશન સાથે નંબર જશે અને સાયરન વાગવા લાગશે આમ મહિલા સુરક્ષા પ્રોજેક્ટ થકી એક અલગ જ પ્રકારની કૃતિ વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત કરવામાં આવી હતી.

ગરબાડા તાલુકાની કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો

 તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાંથી તાલુકા કક્ષાએ પસંદ પામેલ પાંચ વિભાગની કૃતિઓને ૧ થી ૫ નંબર આપવામાં આવશે અને એમાંથી પ્રથમ નંબર મેળવેલ પાંચ કૃતિઓને જિલ્લા કક્ષાએ રજૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!