
રાહુલ ગારી, ગરબાડા
રખડતા ઢોર મામલે ગરબાડા ગ્રામ પંચાયતની લાલ આંખ: રખડતા ઢોરના માલિકો ને નોટિસ અપાઈ.
ગરબાડા નગરમાં રખડતા ઢોર ના માલિકોને ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા નોટિસ અપાઈ. નોટિસમાં જણાવ્યા અનુસાર ગરબાડા નગરમાં કોઈ પણ વ્યક્તિનું પાલતુ ઢોર જે ગરબાડા નગરમાં રખડતું જોવા મળશે અને કોઈ નાની મોટી અકસ્માતની ઘટના બનશે તેમજ કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી થશે અને હાલમાં ખેતરમાં ખેડૂતોનો ઉભો પાક છે જેને પણ પાલતુ ઢોર દ્વારા નુકસાન પહોંચાડવામાં આવે છે જેથી આ નોટિસ ગ્રામ પંચાયત ગરબાડા દ્વારા અમલમાં મુકવામાં આવી છે અને ગરબાડા નગરમાં પાલતુ ઢોર રખડતું જોવા મળશે તો ઢોરના માલિક ને કાયદેસર શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે અને પાલતુ ઢોરને પાંજરાપોળમાં મૂકવામાં આવશે જેને ગામ લોકોને નોંધ લેવા માટે નોટિસ ગ્રામ પંચાયત દ્વારા જાહેર કરવામાં આવી છે.