
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાના સહાડા ગામેથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ..
ગરબાડા તાલુકાના સહાડા ગામેથી એક યુવકે સગીર વયની બાળકીનો લગ્ન કરવાની લાલચે પટાવી ફોસલાવી પ્રેમના પાઠ ભણાવી અપહરણ કરી લઈ ગયા નું જાણવા મળેલ છે.
ગરબાડા.તા,૧૦
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ચંદલા ગામના બજેસીંગભાઇ છતરાભાઈ ભુરીયાએ સહાડા ગામની 14 વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચે અપહરણ કરીને લઈ જતા સગીરાના વાલીએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે ચંદલા ગામના બદેસિંગભાઈ છતરાભાઈ ભુરીયા વિરુદ્ધ અપહરણ તેમજ પોસ્કો અંતર્ગત ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.