ગરબાડા તાલુકાના ભરસડા ગામે ચૂંટણીની અદાવતે પાંચ લોકોએ એક વ્યકતિ પર તૂટી પડ્યા..

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદતા

ગરબાડા ભરસડા ગામે ચૂંટણીની અદાવતે પાંચ લોકોએ એક વ્યકતિ પર તૂટી પડ્યા..

દાહોદ તા.૩૦

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભરસડા ગામે ગ્રામ પંચાયતની ચુંટણી સંબંધી પાંચ જણાએ ભેગા મળી એકને લાકડી વડે, પથ્થર વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

ગત તા.૨૮મી ડિસેમ્બરના રોજ ભરસડા ગામે ભાગોળ ફળિયામાં રહેતાં નવલભાઈ પુનીયાભાઈ, અનીયાભાઈ ભારતાભાઈ, અનીલભાઈ સવરાભાઈ, વિપુલભાઈ ભારતાભાઈ અને રણજીતભાઈ નવલભાઈ પાંચેય જાતે ભુરીયાનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો ધારણ રી ગામમાં રહેતાં રાજુભાઈ સવલાભાઈ ભુરીયા પાસે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તું ગોવિંદનો સભ્ય કેમ રહેલો, તેનાથી અમો ચુંટણી હારી ગયાં છીએ, તેમ કહી બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ રાજુભાઈને લાકડી વડે, પથ્થર વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત રાજુભાઈ ભુરીયાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————–

Share This Article