
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા વિધાનસભામાં 7 સખી બુથ અને 1 દિવ્યાંગ બુથ બનાવવામાં આવ્યા.
ગરબાડા વિધાનસભાના આવતીકાલના મતદાન માટે પોલીગ સ્ટાફ રવાના.
296 બુથ પર 2796 કર્મચારીઓ બુથ પર રવાના.
ગરબાડા તા.04
ગુજરાત વિધાનસભાની બીજા અને અંતિમ તબક્કાનું ચૂંટણી કાઉન્ટડાઉન શરૂ થઇ ચક્યું છે. ત્યારે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ છ વિધાનસભા બેઠકો પર આવતીકાલે સવારે 8:00 વાગ્યાથી મતદાન શરૂ થવાનું છે. ત્યારે ગરબાડા વિધાનસભામાં 2.18 લાખથી વધુ મતદારો આવતીકાલે પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે.ત્યારે ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.ગરબાડા વિધાનસભાના 296 બુથો પર 2328 પોલીગ સ્ટાફ અને 468 બી.એસ.એફ , પોલીસ, હોમ ગાર્ડના જવાનો મતદાન મથકો પર સુરક્ષા માટે ગોઠવણી કરી દેવામાં આવી છે.મહીલા મતદારોને આકર્ષવા માટે 7 સખી બુથ,1 દિવ્યાંગ બુથ ની રચના કરવામાં આવી છે.એક બુથ ઇકો ફ્રેન્ડલી પણ બનાવવામાં આવ્યું છે.પોલીસ સ્ટાફ પિંક કલરના ડ્રેસ પહેરીને આજે ચુંટણી અધિકારી દ્વારા ઢોલ નગારા વગાડીને ગરબા રમતા બુથો પર રવાના કરવામાં આવ્યા હતા.