
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના મિનક્યાર આંતરરાજ્ય બોર્ડર પર દાહોદ SOG પોલીસ તેમજ ગરબાડા પોલીસ સંયુક્ત રીતે ફિલ્મી ઢબે પીછો કરી 1.38 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપ્યો..
ગરબાડા તા.26
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આંતરરાજ્ય મીનાક્યાર ચેક પોસ્ટ પરથી દાહોદ SOG તેમજ ગરબાડા પોલીસે સંયુક્ત રીતે ફિલ્મી ઢબે પિકપ ગાડીનો પીછો કરી 1.38 લાખના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી જેલ ભેગો કર્યો હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આગામી વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા બોર્ડર ઉપર દિવસ રાત આવતા જતા વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેવા સમયે દાહોદ એસ.ઓ.જી તેમજ ગરબાડા પોલીસ દ્વારા મીનાક્યાર બોર્ડર ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી હતી.તે દરમિયાન મધ્ય પ્રદેશના સેજાવાડા તરફથી એક પીકપ બોલેરો ગાડી નંબર Gj-20-V-73 71 માં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ભરી લાવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા પીકઅપ ચાલક પોલીસને જોઈ ગાડી ઝડપી પલટાવી ઝરી ખરેલી રોડ તરફ ભાગતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા પીકઅપ ચાલક જરી ખરેલી ગરબાડા ગાંગરડી થઈ ભે પાટીયા નંદેલા થઈ જેસાવાડા થઈ નેલસૂર કાલાવડ જતા પોલીસે પીકપ ગાડીને ડ્રાઇવર સાથે પકડી પાડી કોડન કરી પોલીસે પીકપ ગાડીની તલાસી લેતા ગાડીની અંદરથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ થતા બિયરની પેટીઓ મળે આવેલ જેમા 7371 ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા ટીન બિયર નિકોલ 33 પેટીઓ જે બોટલ નગ 1128 કિંમત મળી 1,38,600 રૂપિયાનો મુદ્દામાલ તેમજ અઢી લાખ કિંમતની ફોરવીલર ગાડી કબજે લઈ ચાલકને જેલ ભેગો કર્યો હતો