
રાહુલ ગારી, ગરબાડા
BTTS પૂર્વ સંગઠન પ્રમુખ તેમજ AAP પાર્ટીના 133 વિધાનસભા સંગઠન મંત્રી પદ પરથી રાજીનામું આપેલા શૈલેષ મેડા કોંગ્રેસમાં જોડાયા
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા ધમપચાડા કરવામાં આવી રહ્યા છે ત્યારે પાર્ટી દ્વારા નારાજ નેતાઓને મનાવવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ રાજકીય પાર્ટીના નેતાઓ બળવો કરીને બીજી પાર્ટીમાં સમાવેશ કરી રહ્યા છે
ત્યારે ગરબાડા 133 વિધાનસભા મત વિસ્તારમાં ફૂલ ગુલાબ ઠંડીમાં રાજકારણમાં ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો ગરબાડા ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના ના પૂર્વ ગરબાડા પ્રમુખ શૈલેષભાઈ મેડા તેઓ પહેલા BTTS છોડી પછી AAP પાર્ટીમાં જોડાયા અને આમ આદમી પાર્ટીના 133 વિધાનસભા સંગઠન પરથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાતા પંથકમાં ખળ બળાટ મચીજવા પામ્યો છે શૈલેષભાઈ મેડા ની વાત કરીએ તો શૈલેષ મેડા 2021 માંBTTS જોડાયા હતા અને એક વર્ષ BTTS ના ગરબાડા તાલુકામાં સંગઠન પ્રમુખ પદ પર હતા અને ત્યારબાદBTTS રાજીનામું આપી 2022 માં AAP માં જોડાયા હતા અને પાટી દ્વારા તેઓને 133 વિધાનસભા સંગઠન પદની જવાબદારી સોપી હતી અને ત્યારબાદ અચાનક છ મહિનાની અંદર જ આમ આદમી 133 વિધાનસભા સંગઠન પદ પરથી રાજીનામું આપી દેતા પંથક ખલબલટ મચી જવા પામ્યો હતો ત્યારે શૈલેષભાઈ મેડા તેઓના 150 થી વધુ કાર્યકર્તાઓ સાથે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ની અધ્યક્ષમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાતા પંથક માં ખળભરાટ મચી જવા પામ્યો છે જેમાં શૈલેષભાઈ મેડા સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારો મહિડા ગુલાબભાઈ એસટી જિલ્લા પ્રમુખ દાહોદ બારીયા હરસિંગભાઈ સહ સંગઠન મંત્રી તેમજ બારીયા વિજયભાઈ સહ સંગઠન મંત્રી અને બક્ષીપંચ મોરચા જિલ્લા પંચાયત પ્રમુખ દાહોદના પૂવાર ગોપાલસિંહ અને કુવાર ગૌતમભાઈ બક્ષીપંચ મોરચા પ્રમુખ સહિત કટારા રમતુભાઇ સહ સંગઠન મંત્રી એ આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાતા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા તેઓને કોંગ્રેસનો ખેસ પહેરાવી તેઓનો કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કર્યું હતું જેમાં શૈલેષભાઈ મેડા સાથે ટેલીફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે “”તેઓ કોંગ્રેસમાં જોડાઈ અને ઘર વાપસી કરી છે“” આમ ગરબાડા રાજકારણમાં પક્ષ પલટા ની સાથે જ ફૂલ ગુલાબી ઠંડીમાં રાજકારણમાં ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે