ગરબાડા તાલુકાના દેવધા ગામે કેનાલનું પાણી ફેરવવા મામલે એક મહિલા સહિત ૨૩ લોકોનાં ટોળાનો હુમલો, મહિલા સહિત ચાર વ્યકિત ઈજાગ્રસ્ત

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

ગરબાડા તાલુકાના દેવધા ગામે કેનાલનું પાણી ફેરવવા મામલે એક મહિલા સહિત ૨૩ લોકોનાં ટોળાનો હુમલો, મહિલા સહિત ચાર વ્યકિત ઈજાગ્રસ્ત

કેનાલનું પાણી ફેરવવા મામલે 24 લોકોના ટોળાએ લાકડી તેમજ પથ્થરો વડે હુમલો કર્યો

ટોળાના હુમલામાં એક મહિલા સાથે ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

દાહોદ તા.૨૫

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના દેવધા કેનાલનું પાણી ફેરવવા મામલે મહિલા સહિત ૨૩ જણાના ટોળાએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી હાથમાં લાકડીઓ અને પથ્થરો લઈ ઘસી આવી એક મહિલા સહિત ચાર જણાને લાકડી વડે, પથ્થર વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાયાંનું જાણવા મળે છે.

ગત તા.૨૩મી ડિસેમ્બરના રોજ ગરબાડા તાલુકાના દેવધા ગામે રહેતાં સુમાભાઈ ઝીથરાભાઈ, રમસુભાઈ ઝીથરાભાઈષ હિમાલભાઈ ઝીથરાભાઈ,સ સમલાભાઈ પુંજીયાભાઈ, કરણભાઈ હિમાલભાઈ, સમુડાભાઈ મગનભાઈ, ટીટાભાઈ બચુભાઈ, હિમચંદભાઈ પુંજીયાભાઈ, સાબાભાઈ નરસીંગભાઈષ વાકમભાઈ રામલાભાઈ, વિક્રમભાઈ રામલાભાઈ, મંગાભાઈ રામસીંગભાઈ, ભોલાભાઈ નરસીંગભાઈ, અર્જુનભાઈ સુમાભાઈ, તેનસીંગભાઈ મગનભાઈ, મુકેશભાઈ હરસીંગભાઈ, મહેન્દ્રભાઈ સુમાભાઈ, રીયાબેન સુમાભાઈ, મિનેશભાઈ બાલમસીંગભાઈ, અલ્કેશભાઈ રામલાભાઈ, કાજુભાઈ ટીટાભાઈ, લીલેશભાઈ હીમચંદભાઈ, નગરાભાઈ હિમાલભાઈ અને માંદાભાઈ હિમલાભાઈ તમામ જાતે દેહદાનાઓએ પોતાની સાથે લાકડીઓ, પથ્થરો સાથે દેવધા ગામે રહેતાં અજીતભાઈ નાથાભાઈ દેહદાના ઘર તરફ આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કીકીયારીઓ કરી કહેવા લાગેલ કે, હું ગામનો આગેવાન છું, તું કેનાલનું પાણી મને કેમ પુછ્યાં વગર ફેરવે છે, તેના પૈસા થાય, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને નાથાભાઈ સુબાનભાઈ દેહદા, વિજયભાઈ નારસીંગભાઈ સંગાડીયા, કમલીબેન પારૂભાઈ ગણાવા અને માજુભાઈ બચુભાઈ ડામોરને લાકડી વડે, પથ્થર વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું.

આ સંબંધે અજીતભાઈ નાથાભાઈ દેહદાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————

Share This Article