દાહોદ એલસીબી પોલીસે ગરબાડાના ભે ગામેથી દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ને ઝડપ્યો

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા 

 

 

દાહોદ એલસીબી પોલીસે ગરબાડાના ભે ગામેથી દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ને ઝડપ્યો

 

દાહોદ તા.૧૧

દાહોદ તાલુકાના ગરબાડા તાલુકાના ભે ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે એક ઈસમના ઘરમાંથી ગેરકાયદે દેશી હાથ બનાવટનો એક તમંચો કિંમત રૂા.૩,૦૦૦ સાથે ઈસમની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

 

ગત તા.૧૦મી નવેમ્બરના રોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગરબાડા તાલુકાના ભે ગામે હાડીયા ફળિયામાં રહેતો પ્રવિણભાઈ કરણભાઈ ભુરીયાના ઘરમાં ઓચિંતો છાપો મારી ઘરના ઢાળીયામાં ગેરકાયદે સંતાડી રાખેલ દેશી હાથ બનાવટનો એક તમંચો કિંમત રૂા.૩,૦૦૦ પોલીસે કબજે કરી ઝડપી પાડવામાં આવેલ પ્રવિણભાઈની પુછપરછ કરતાં આ તમંચો દોઢેક વર્ષ અગાઉ મધ્યપ્રદેશ તરફથી જુરીના ઝાડું વેચવા આવેલ એક અજાણ્યા ઈસમ પાસેથી ખરીદ્યો હતો.

 

આ સંબંધે ગરબાડા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share This Article