ગરબાડા તાલુકાના દાદુર ગામેથી મૃત હાલતમાં દીપડાનો શવ મળી આવતા ચકચાર..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકાના દાદુર ગામેથી મૃત હાલતમાં દીપડાનો શવ મળી આવતા ચકચાર..

ગરબાડા તા.22

પ્રાપ્ત માહિતી અનુસાર આજે તારીખ 22 ઓક્ટોબર ના રોજ ગરબાડા તાલુકાના દાદુર ગામ ખાતે નરવતભાઈ કાળુભાઈ બારીયાના ખેતરમાં દિપડો જોવા મળતા ખેતરના માલિક દ્વારા ગરબાડા વન વિભાગ તેમજ RFO ને જાણ કરવામાં આવી હતી.માહિતી મળતાની સાથે જ વન વિભાગની ટીમ અને RFO ઘણા સ્થળે જઈ અને તપાસ હાથ ધરી હતી તપાસ કરતા ખેતરમાં પડેલો દિપડો મૃત હાલતમાં જોવા મળ્યો હતો જે દીપડાના શવને વન વિભાગ દ્વારા પંચકેશ કરી અને દીપડાના શવ પોસ્ટમાર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.જેમાં વેટનરી ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું.કે દિપડો વૃદ્ધ અવસ્થામાં હોવાના કારણે ખોરાક ન મળતા તેનું મૃત્યુ થયું હશેતેવું મૌખિક રીતે જણાવ્યું હતું.હાલ દીપડાના શવ વન વિભાગ દ્વારા અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

Share This Article