Saturday, 27/07/2024
Dark Mode

દાહોદમાં દિવાળી પર્વ તેમજ અગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ત્રણ પી.આઇ તેમજ બે પી.એસ.આઈ ની આંતરિક બદલી કરાઈ..

October 22, 2022
        980

દાહોદ તા.22

દાહોદ જિલ્લામાં અગામી દિવાળીના તહેવારો તેમજ વિધાનસભાની ચૂંટણીઓને પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેના અનુંસંધાનમાં જિલ્લા પોલીસવડાએ ત્રણ પોલીસ ઇન્સ્પેકટરો તેમજ બે પીએસઆઇ ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.

દાહોદ જિલ્લામાં પોલીસવડા બલરામ મીણા દ્વારા દિવાળીના તહેવાર ટાણે પોલીસ કર્મચારીઓની જિલ્લામાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે.જેમાં દાહોદ દાહોદ એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એમ. કે.ખાટને એસ.ઓ.જી.શાખામાં, દાહોદ ટાઉન બી. ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર કે. ડી. ડીંડોરને દાહોદ ટાઉન એ. ડિવિઝનમાં, ફતેપુરા પોલીસ મથકમાં ફરજ બદલાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. એન. દેસાઈને દાહોદ ટાઉન એ.ડિવિઝનમાં અને દાહોદ ટાઉન એ. ડિવિઝનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જી.કે. ભરવાડને ફતેપુરા પોલીસ મથકે નિમણૂક કરવામાં આવી છે.જયારે એસ.ઓ.જી.શાખામાં એમ. કે.ખાટને LCB નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.સાથે સાથે પેરોલ ફરલોના ઇન્ચાર્જ પી. આઈ. ડી. ડી. પઢીયાર ને એસ.ઓ.જી વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!