ગરબાડા તાલુકાના દેવધા ગામે કોતરમાંથી યુવક અને યુવતીની લાશ મળી આવતા ચક્ચાર..

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા તાલુકાના દેવધા ગામે કોતરમાંથી યુવક અને યુવતીની લાશ મળી આવતા ચક્ચાર..

 

બન્ને યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાની ચર્ચાઓ : યુવકનો મૃતદેહ કોતરમાંથી જયારેયુવતીનો મૃતદેહ ઝાડ પર લટકેલો મળી આવ્યો.

 

પોલીસે બંને મૃતદેહોને પીએમ માટે નજીકના દવાખાને મોકલ્યા…

 

ગરબાડા તા.14

 

ગરબાડા તાલુકાના દેવધા ગામે સ્મશાનની બાજુમાં કોતરમાંથી એક યુવક અને એક યુવતીની લાશ મળી આવી છે. ગામના જ રહેવાસી એવા યુવક અને યુવતીની લાશો મળી આવતા સમગ્ર ગરબાડા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર ગરબાડા તાલુકાના દેવધા ગામમાં આવેલા સ્મશાન નજીક કોતરમાંથી યુવક અને એક યુવતીની લાશ મળી આવી છે. બંને મૃતકો દેવધા ગામના રહેવાસી છે. અને ગામમાં મંદિર ફળિયા અને ડામોર ફળિયામાં રહેતા હતા. બંને યુવક યુવતી વચ્ચે પ્રેમ સબંધ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જોકે યુવતી ની સગાઈ બીજા યુવક સાથે સગાઇ કરી દેવામાં આવી હતી. ગામના યુવક અને યુવતીની લાશો મળી આવતા ગામમાં ચકચાર મચી ગઈ છે.

 

ગામમાં આ ઘટના ને લઈ ને અનેક વાતો ચર્ચાઈ રહી છે. જોકે એક જ ગામના યુવક યુવતી એ કયા કારણોસર આ પગલું ભર્યું છે તે તપાસ નો વિષય બની છે. યુવકનો મૃતદેહ કોતર માં પાણી માં પડેલો મળી આવ્યો હતો. જ્યારે યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. આ બંને યુવક યુવતી એ આત્માહત્યા કરી છે કે તેમની હત્યા કરવામાં આવી છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ગરબાડા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી લાશનો કબજો લઈ ઝાયડ્સ હોસ્પિટલ દાહોદ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Share This Article