ગરબાડા મામલતદારને આદિવાસી સમાજના યુવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા મામલતદારને આદિવાસી સમાજના યુવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ ગરબાડા મામલતદાર કચેરી ખાતે ગરબાડા મામલતદારને આદિવાસી સમાજના યુવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તે આવેદનપત્રમાં જણાવ્યું હતું ભારતના સંવિધાન મુજબ ગુજરાત રાજ્યના સાચા આદિવાસીઓને જાતે પ્રમાણ બાબતે ધોર અન્યાય થઈ રહ્યો છે અને અનુચિત જનજાતિના ખોટા જાતિના પ્રમાણપત્ર લેનારાઓ અને આપનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે તેમજ માન્ય રાષ્ટ્રપતિ શ્રી ના 16 9 1950 તથા 29 10 1956 નું મોડીફાઇડ નોટિફિકેશન કરીને કેન્દ્ર સરકાર દ્વારા ગેરબંધારણીય રીતે તારીખ 14 9 2022 ના રોજ 12 જાતિઓને અનુસિત જનજાતિમાં સમાવેશ કરવાની જાહેરાત કરેલ છે તે તાત્કાલિક રદ કરવામાં આવે તથા નિયામક શ્રી આદિજાતિ નો 15 6 2022 નો ગેર બંધારણ પત્ર રદ કરવા તેમજ રબારી ભરવાડ અને ચારણ જાતી ને બક્ષી પંચમાં સમાવેશ કરો અને તમામ ક્ષેત્રે આદિવાસીના ખોટા જાતિ પ્રમાણપત્ર રદ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેમજ ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ નો તારીખ 4 8 2022 નો ગેર બંધારણ અને પરિપત્ર તાત્કાલિક રદ કરે તે માટે ગરબાડા તાલુકાના આદિવાસી સમાજના યુવાનો દ્વારા ગરબાડા મામલતદાર કચેરી ખાતે ગરબાડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

Share This Article