ગરબાડા અને ગાંગરડી થી ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાધ ચીજોના નમુના લીધા 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા અને ગાંગરડી થી ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાધ ચીજોના નમુના લીધા 

ઘણા મરચા પાવડર ઘી ના નમુના લીધા

 

ગરબાડા દાહોદ જિલ્લાના ગરબાડા અને ગાંગરડીમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરિયાણાની દુકાનો પરથી ધાણા પાવડર , ઘી અને મરચું પાઉડરના નમુના લઇ તેના સેમ્પલ ચકાસણી માટે મોકલી આપ્યા હતા . ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જિલ્લા પંચાયત દાહોદના અધિકારીઓ દ્વારા શુક્રવારે ગરબાડા અને ગાંગડીની બજારમાંથી ખાદ્ય ચીજોનાનમુના લેવામાં આવ્યા હતા . ગાંગરડીમાં કરિયાણાની દુકાનો પરથી ધાણા પાવડર અને ઘીના નમુના લેવામાં આવ્યા હતા . ગરબાડામાંથી મરચું પાઉડરના નમુના લઇ શીલ કરી ત્રણ વસ્તુઓના નમુના ચકાસણી માટે મોકલી આપ્યા હતા . ખાદ્યચીજ વસ્તુઓમાં કોઈ જાતનું ભેળસેળ નથી તેની ચકાસણી કરવામાં માટે ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ગરબાડા તથા ગાંગરડી બજારમાં ચેકિંગ હાથ ધર્યું હતું .

Share This Article