રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના ટુંકીવજુ ખાતે આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
ગરબાડા તા.04
પ્રાપ્ત વિગતો અનુસાર આજ રોજ ગરબાડા તાલુકા ના ટુંકીવજુ ગામ ખાતે સેવા સેતુ કાયકર્મ સવારના ૯ કલાકથી સાંજના ૫ કલાક સુધી આ કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો જેમાં પ્રજાની લાગણી અને માગણીને લઇને તેઓને અપેક્ષા પૂર્ણ કરવા તેમાં સરકારની યોજના અને લાભ સહાય અંગેની નાગરિકોની રજૂઆતો સ્થળ પર સાંભળવામાં આવ્યા હતા
જેમાં પ્રજાને ઘર બેઠા એકજ સ્થળ પર સ્થળ ઉપર 13 વિભાગો ની 65 સેવાઓ આપવા મા આવી હતી જેમાં આવકજ્ઞાતિ ના દાખલા રેશન કાર્ડમાં નામ દાખલ કરવું કમી કરવુ નવીન આધાર કાર્ડ એવી ઘણા પ્રકારની સેવાઓ પ્રજા ને એક જ સ્થળે આપવા માં આવી હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ તાલુકા ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મનીષાબેન સભ્ય જિલ્લા સભ્યો તેમ ધારસભ્ય ચંદ્રિકાબેન બારીયા સહિત વિવિધ વિભાગ ના કર્મચારી ઓ સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં
