ઝરીબુઝર્ગમાં ગૌમાસ ખાવા માટે ગાયની હત્યા. એક ની ધરપકડ.

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ઝરીબુઝર્ગમાં ગૌમાસ ખાવા માટે ગાયની હત્યા. એક ની ધરપકડ.

ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાય.

ગરબાડા.

ઝરીબુઝર્ગ ગામના પડાવ ફળીયાના જંગલમા ડુંગરાઓની વચ્ચે ખુલ્લામાં એક ગાય કાપી નાખેલ છે તેવી બાતમી ગરબાડા પોલીસ ને  મળતા સ્ટાફના માણસો સ્ટાફ સાથે ઝરીબુઝર્ગ પડાવ ફળીના જંગલમા બાતમીવાળી જગ્યાએ જતા પોલીસને દુરથી જોઇ ગાયનું મારણ કરનાર માણસો જંગલમા ઝાડી ઝાખરામા ભાગવા લાગેલાં તેમનો  પીછો કરી એક ઇસમને પકડી પાડયો હતો. જેનુ  નામઠામ પુછતા તેને  પોતાનુ નામ મંગાભાઇ વેસ્તાભાઇ જાતે સંગોડ રહે.ઝરીબુઝર્ગ મુંડીયા ફળીયા  હોવાનુ જણાવ્યુ હતુ.નાસી જનાર ઇસમો વિશે પુછતા તેણે ધુળીયાભાઇ નાથીયાભાઇ જાતે સંગોડ હોવાનુ જણાવેલ તથા બીજા માણસોના નામ ઠામ જાણતો નથી તેમ જણાવ્યું હતું.  આ યુવક ને પુછતાછ કરતાં  ગાય કાપેલ છે તેમ જણાવ્યું હતું. પી.અએસ.આઈ દ્વારા ગાય કઇ જગ્યાએ કાપેલ છે તે બાબતે પુછતા  ગાય કાપેલ જગ્યાએ લઇ ગયો હતો. એક ગૌવંશનુ કતલ કરેલ કાચુ માંસ પડેલ હતુ તથા તેની બાજુમાં ગોંવંશના પગ તથા માથુ તથા ચામડું કાઢેલ બાજુમાં પડેલ હતુ તેની બાજુમાં ગોંવંશને કાપવા માટેના સાઘનો જેમાં એક લોખંડનો છરો તથા એક દાતરડુ તથા એક તપેલી તથા સુતરનુ દોરડું પડેલુ હતું. તાત્કાલીક વેટર્નરી ડૉક્ટર ગરબાડ ને સ્થળ ઉપર બોલાવી અભિપ્રાય લેતા વેટરનરી ડોક્ટરે  કાપેલુ તાજુ માસ ગૌમાસ હોવાનુ મૌખીક અભિપ્રાય આપેલ અને આ માસ ખરેખર ગૌમાસ છે કે કેમ તેની ચોક્કસ ખાતરી કરવા માટે નમુનો એફ.એસ.એલમા મોકલ્યો હતો.  મંગાભાઇ વેસ્તાભાઇ સંગોડ તથા ધુળીયાભાઇ નાથીયાભાઇ સંગોડ  જીવતા પશુનુ કતલ કરવા બદલ તેમના વિરુધ્ધ ઇ.પી.કો.કલમ .૪૨૯,૧૧૪ તથા પશુ સરક્ષણ સુધારા અધિ .૨૦૧૭ ની કલમ ૫ ૧ ક .૬ ખ ૧ ) . ૮ ૨,૮ ૪,૧૦ મુજબ આરોપીઓ વિરુધ્ધમા  ફરીયાદ  નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Share This Article