
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકામાં ખુલ્લેઆમ બેરોકટોક ગેરકાયદેસર સફેદ કોર્ટ્ઝ પથ્થરનો કાળો કારોબાર;તંત્ર મૌન
પંથકમાં ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખનન દ્વારા લાખો રૂપિયાની ખનીજ ચોરી: ખાણ ખનીજ વિભાગના તંત્રનો ભેંદી મૌન..!!
ગરબાડા તા.22
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાંથી સફેદ કોર્ટઝ પથ્થરોનો બેફામ થતો કાળો કારોબાર ખનીજ તંત્રની રહેમ નજર હેઠળ થઈ રહ્યો છે. ખનન માફિયાઓ દ્વારા આ સફેદ પથ્થરોનું ખનન બેરોકટોક કરવામાં આવી રહ્યું છે ત્યારે શું ગરબાડા તાલુકામાંથી ખનીજ ચોરો દ્વારા બેફામ લાખ્ખો રૂપિયાની રોજની ખનીજ ચોરી કરતા હોવા છતાં ખાણ ખનીજ અને વહીવટી તંત્ર પણ ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે કેમ કે ગરબાડા તાલુકામાં કિંમતી સફેદ કોર્ટઝ પથ્થરોની બેરોકટોક ચોરી કરવા માટેનું ખનન માફીયાઓને મોકળું મેદાન મર્યુ હોય તેમ લાગી રહ્યું છે. હાલ ગરબાડા તાલુકામાંથી જ જાગૃતિ હોસ્પિટલની પાછળ ડુંગરનુ ખનન કરી સફેદ પથ્થરોની ખુલ્લે આમ ચોરી કરવામાં આવી રહી છે.