ચોરીના ગુન્હામાં સંડોવાયેલ છેલ્લા ૩ વર્ષથી નાસતા કરતા આરોપીને ઝડપી પાડતી જેસાવાડા પોલીસ

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ચોરીના ગુન્હામાં સંડોવાયેલ છેલ્લા ૩ વર્ષથી નાસતા કરતા આરોપીને ઝડપી પાડતી જેસાવાડા પોલીસ

પ્રાપ્ત માહિતી મુજબ પોલીસ . મે . નાયબ પોલીસ મહાનીરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા મે . પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ દાહોદ જીલ્લા નાઓ પો.સ્ટે વિસ્તારના શરીર સબંધી તથા મિલ્કત સબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી અસરકારક પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ સુચના આપેલ હતી જે સુચના આધારે શ્રી જગદીશ બાંગરવા મદદનીશ પોલીસ અધિક્ષક દાહોદ , વિભાગ દાહોદ તથા શ્રી એમ.કે.ચૌધરી સર્કલ પોલીસ ઇન્સ . દાહોદ નાઓના માર્ગદર્શન હેઠળ જેસવાડા ના પી એસ આઈ યુ.આર.ડામોર , તથા જેસાવાડા સર્વેલન્સ સ્કવોડના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમ્યાન મળેલી બાતમી હકીકત મળેલ કે અમદાવાદ શહેર નિકોલ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં ૧૮૩/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૪૫૪,૩૮૦,૧૧૪ મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી નામે નરેશભાઈ કાળુભાઈ જાતે ભાભોર ઉ.વ .૨૪ ધંધો ખેતી રહે.છરછોડા પટેલ ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ નાનો હાલમાં જેસાવાડા બજારમા હોવાની મળેલ બાતમી આધારે જેસવાડા પોલીસ સ્ટાફના માણસો સાથે જેસાવાડા બજારમા તપાસ કરી ઉપરોક્ત આરોપીને કોર્ડન કરી ઝડપી પાડવામાં આવેલ હતો જેમાં કામગીરી કરનાર અધિકારી કર્મચારી યુ.આર.ડામોર પો.સ.ઈ , રાહુલભાઈ નવલસીંગભાઈ આ.પો.કો બ.નં ૮૮૬, મનોજકુમાર જસવંતસિંહ આ.પો.કો બ.નં ૧૨૦૫ આમ જેસાવાડા પોલીસને ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ છેલ્લા ૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામા સફળતા મળીહતી

Share This Article