ભૂતવડ શાળા નો 64મો સ્થાપના દિવસ અને આઝાદીકા અમૃત મહોત્સવ ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ભૂતવડ શાળા નો 64મો સ્થાપના દિવસ અને આઝાદીકા અમૃત મહોત્સવ ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.

ગરબાડા તારીખ : ૦૧

 

ગરબાડા તાલુકાના વજેલાલ ગામની ભૂતવડ પ્રાથમિક શાળા નો 64 માં સ્થાપના દિવસ તથા આઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણી નો રંગારંગ કાર્યક્રમ એસએમસી અધ્યક્ષ ખુમસિંગભાઈ ડામોરના અધ્યક્ષ પણ હેઠળ યોજાયો હતો .આ પ્રસંગે પ્રો . સભ્ય રમીલાબેન ચૌહાણ ,અનિતાબેન બામણીયા, ગલાભાઈ બારીયા, માનસિંગભાઈ બારીયા ,તથા પંચાયત સભ્ય રાજુભાઈ ચૌહાણ ની ખાસ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. શાળાની બાળાઓએ પ્રાર્થનાથી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી તેમણે પધારેલ મહેમાનોનું સ્વાગત ગીત થી સ્વાગત કર્યું હતું. શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડાએ સૌને આવકારી શાળા ની સ્થાપનાથી આજ સુધીના વિકાસ ગાથા વર્ણવી હતી. શાળાના ધોરણ 5 ના વિદ્યાર્થી વહુનિયા ધર્મેશ એ આઝાદીકા અમૃત મહોત્સવ અંગે પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું શાળાના શિક્ષક દીપકભાઈ દરજીએ આઝાદી કા અમૃત મહોત્સવ અનન્વયે સ્વતંત્ર સૈનિક પ્રત્યેની ભાવના પ્રગટ કરવા ,સ્વતંત્રતાના સંગ્રામ થી નવી પેઢીને અવગત કરાવવા તેમજ રાષ્ટ્ર ભાવનાના નિર્માણ થાય તેવા શુભ આશયથી આજ તારીખ 1 ઓગસ્ટ 22 ના રોજ ભુતવાડ પ્રાથમિક શાળામાં રંગારંગ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા તે અંગે જરૂરી સમજ તેમજ કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ દરજીએ કર્યું હતું આ પ્રસંગે એસએમસી સભ્યો શાળા નો સ્ટાફ તથા બાળકોએ ભારતમાતાનું પૂજન કર્યું હતું આજે સ્થાપના દિન નિમિત્તે શાળાના બાળકોને તિથિ ભોજન જેમાં પૂરી શાક બુંદી દાળ ભાત વિગેરે શાળા તરફથી આપવામાં આવ્યું હતું

પ્રકાશિત સાથે

 

 

Share This Article