રાહુલ ગારી, ગરબાડા
વડવા ગામને જોડતા કોતરના રસ્તા પરના ડાયવર્ઝનનું ધોવાણ થતા લોકો અટવાયા.

માર્ગ મકાન પંચાયત દ્વારા ગણતરીના કલાકોમાં રીપેરીંગ કરી રસ્તો ચાલુ કર્યો.
જેસાવાડા થી વડવા ને જોડતો એકમાત્ર રસ્તા મા આવેલ કાતળિયાકોતર નવીન બ્રિજ બનવાનું શરૂ થતા ત્યાં બનાવેલ ડાઈવરજન નું નાળાનું વરસાદ પડવાથી કોતરમાં પાણી આવતા ધોવાણ થતા વડવા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું .
ગરબાડા તાલુકાના વડવા ગામની અંદાજે 7000 વસ્તી ધરાવતું ગામ છે જે ગામને જોડતા મુખ્ય રસ્તામાં આવેલ કાતળિયાકોતર પર નાળા ધોવાણ થતા ગામ લોકોને આવાજવા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ગામના આગેવાનો દ્વારા માલ મકાન વિભાગ પંચાયતની જાણ કરતાં જ ગણતરીના કલાકોમાં કોતરમાં નાળુ નાખી અને ઉપર મેટલ નાખી રસ્તા નો સમારકામ કરવામાં આવ્યું હતું અને વાહન વ્યવહાર પુનઃચાલુ કર્યો હતો.

જેમાં ઉલ્લેખ નિયછે કે આ કાતળીયા કોતર ના નાળા નું ધોવાણ થતાં અનેકવાર ગામ લોકોને અટવા વાનો વારો આવ્યો છે સરકાર દ્વારા આ કોતર પર નવીન બ્રિજ બનાવવાનું પણ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ
ઈજારેદાર અધૂરું કામગીરી કરીને છોડી દેતા વડવા ગામજનોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા વહેલી તકે આ બ્રિજ પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
