ગરબાડા તાલુકાની એકલવ્ય મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને અગવડતા પડતા સામાજીક કાર્યકર્તા સાથે વાલીઓ દ્વારા કલેકટર ને આવેદન પત્ર 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા તાલુકાની એકલવ્ય મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને અગવડતા પડતા સામાજીક કાર્યકર્તા સાથે વાલીઓ દ્વારા કલેકટર ને આવેદન પત્ર 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ગરબાડા ખાતે ની શાળામાં વિદ્યાર્થીઓને અગવડતા પડતા વિદ્યાર્થીઓના વાલીઓની સાથે સામજિક કાર્યકર્તા શિરીષભાઈ બામણીયા દ્વારા જિલ્લા કલેકટરશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

 

જેમાં જણાવવામાં આવ્યું કે, એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ગરબાડા વર્ષ ૨૦૧૯ થી ચાલુ છે. જેમાં “ઇ. એમ. આર. એસ.” અને “જી. એલ. આર. એસ” શાળા ભેગી ચાલે છે. જેથી શાળા ના વિદ્યાર્થી બાળકોને ખુબ જ અગવડતા પડી રહી છે.

શાળા ના વિદ્યાર્થી બાળકોના સારા એજ્યુકેશન માટે પૂરતા શિક્ષકો નથી,

બાળકોને જમવાનું મેન્યું મુજબ મળતું નથી, 

રહેવાની તેમજ ઊંઘવા માટે ની સુવિધા સારી નથી, 

વિદ્યાર્થી બાળકો માટે સૌચાલય ની સુવિધા નથી, 

પીવાનું પાણી તેમજ વાપરવા માટેના પાણી ની પૂરતી વ્યવસ્થા નથી,  

જે બાબતે યોગ્ય તપાસ કરી જવાબદાર અધિકારી કર્મચારી ને જાણ કરવા માટે દાહોદ જિલ્લા કલેકટરશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું. જિલ્લા કલેકટર એ આ બાબતે તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું.

Share This Article